આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે. હવામાન વિભાગે ભરુચ સુરત નવસારી વલસાડ અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.. તો ઉત્તર અને મધ્ય ગુજરાત માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.અમદાવાદમાં પણ આવતી કાલે ભારે વરસાદની શક્યતા છે.