રાજકોટમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કરેલી આગાહીને પગલે ગઈકાલ મોડી રાતથી રાજકોટમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટા સતત વરસી રહ્યા છે. રાજકોટ શહેરમાં રાત્રિના 12 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે. 3થી 4 વાગ્યા દરમિયાન શહેરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. આજે એક ઇંચ વરસાદ આવતા રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 11 ઇંચથી વધુ નોંધાઈ ચૂક્યો છે. સતત વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજકોટ શહેરમાં પણ ગત મોડી રાત્રિના 2 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ સતત વરસાદી માહોલ વચ્ચે છૂટોછવાયો વરસાદ શહેરના અલગ-અલગ વિસ્તરોમાં વરસી રહ્યો છે. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ગઇકાલ રાતથી મેઘરાજાએ ધીમીધારે રાજકોટ શહેરમાં પધરામણી કરી છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. રાજકોટ શહેરના 150 ફૂટ રિંડ રોડ, માધાપર, ગાંધીગ્રામ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, મવડી પ્લોટ, રૈયા, યુનિવર્સીટી રોડ, કાલાવડ રોડ સહિત સમગ્ર રાજકોટમાં છૂટો-છવાયો વરસાદ વરસી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *