રાજકોટમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી, તાપમાનનો પારો 44 ડિગ્રી નજીક રહેશે

રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. એપ્રિલ માસમાં 100 વર્ષમાં પ્રથમ વખત આટલી ગરમી પડતાં રેકોર્ડ નોંધાયો છે. ત્યારબાદ ક્રમશ: તાપમાનમાં ઘટાડો થયો હતો જેથી લોકોને રાહત થઈ હતી પણ હવામાન વિભાગે ફરીથી ગરમી માટે તૈયાર રહેવા માટે આગાહી કરી છે.

રાજકોટ શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. બીજી તરફ ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય છે. 9 તારીખે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્શિયસ રહ્યા બાદ દરરોજ પારો ઘટી રહ્યો હતો અને 11 તારીખે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જોકે હવે ફરીથી પારો ઊંચકાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 તારીખ સુધી મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. હીટવેવની આ સ્થિતિ બાદ ફરી પારો ઘટશે અને 21 તારીખ આસપાસ ફરી પારો 41 ડિગ્રીએ પહોંચી જશે. હીટવેવની આ આગાહીને કારણે તંત્ર એલર્ટથયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *