ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે દિવસ દરમિયાન કાળજાળ ગરમી અનુભવાઈ રહી છે જ્યારે રાત્રે લઘુતમ તાપમાન ઓછું રહેતા ઠંડક અનુભવાય છે, પરંતુ હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે એટલે ગુજરાતવાસીઓને ફેબ્રુઆરી મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકે છે.
આ વર્ષનો ઉનાળો ગુજરાતવાસીઓને પરસેવે રેબઝેબ કરશે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે, જ્યારે મહતમ તાપમાન યથાવત્ રહ્યું છે, પરંતુ કેટલાક સ્થળ પર મહતમ તાપમાનમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ નોંધાયો છે. ગતરોજ રાજ્યના ચાર સ્થળ પર મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી અથવા તેનાથી પણ વધુ રહ્યો હતો. મહત્ત્વનું છે કે, ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં જ જો રાજ્યમાં તાપમાનની આ સ્થિતિ રહેશે તો આ વર્ષનો ઉનાળો ગુજરાતવાસીઓને પરસેવે રેબઝેબ કરી શકે છે.
ગુજરાતમાં ગરમીની શરૂઆત, ચાર મહાનગરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર