આરોપી ગોવિંદરામ ખાલુરામ ખાન વર્ષ 2014માં મરણ જનાર ભીમસીંગ કાલુસીંગ સોની સાથે ગોકુલધામ વિનિત એન્જિનિયરીંગ નામના કારખાનામાં કામ કરતો. જેથી મરણ જનારની દીકરીઓને અવાર નવાર મશ્કરી કરતો હોય જેથી મરણ જનારે આરોપીને આવું ન કરવા સમજાવેલ જેથી માથાકૂટ થતા આરોપીએ પોતાની પાસે રહેલ છરીનો એક ઘા મરણ જનારના છાતીના ભાગે મારી દેતા મરણ જનારને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. જેથી, આરોપી વિરૂધ્દ માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ખૂન કરીને 10 વર્ષ સુધી અલગ-અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. આરોપી મૂળ નેપાળના વતની હોય પોલીસે આરોપીની તેના વતન તથા અલગ-અલગ જગ્યાએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપીની તીરૂનેલવેલી તામીલનાડુથી ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.
અન્ય બનાવમાં આરોપીએ કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરતા સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન દ્વારા હાજર થઈ જામીન અરજીને સખત વિરોધ કરવામાં આવેલો. આરોપી વિરૂધ્ધ ગંભીર ગુન્હાનો આરોપ હોય તેમજ ગુન્હો કર્યા બાદ આરોપી પ્રથમથી જ નાસતો ફરતો હોય નજરે જોનાર સાહેદો દ્વારા આરોપી સામે પ્રથમ દર્શનીય પુરાવો હોય તે તમામ હકીકતની દલીલોને ધ્યાને લઈ બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ પી.જે. તમાકુવાલાએ જામીન અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલ હતો.