આંબેડકર નગર શેરી નં.4 જડૂસ હોટલ પાસે રહેતાં રાહુલ ધનજીભાઈ ગમારા (ઉ.વ.23)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હર્ષદનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ આશાપુરા ચાની હોટલ કાલવાડ રોડ એ.જી.ચોક પાસે ચલાવે છે. ગઈકાલે સાંજના સમયે એકસેસ બાઈક લઈ હોટલેથી પુષ્કરધામમાં આવેલ ચાની દુકાને ચાની કોથળીઓ લેવા માટે જતો હતો, ત્યારે રસ્તામાં પાછળથી એક એક્સેસ ચાલક હર્ષદ આવેલો, જે તેઓની ચાની દુકાને અવાર નવાર ચા પીવા માટે આવે છે. બાદમાં તેને હર્ષદે ગાડી સાઈડમાં ઊભી રખાવીને કહેલ કે, તું મારી પાસે ચાના પૈસા કેમ માંગે છે તેમ કહી ગાળો આપવા લાગેલો અને કહેવા લાગેલ કે, હવે ચાના પૈસા માંગીશ તો તારા હાથ પગ ભાંગી ને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.