HDFC અને ICICI બેંક ટોપ ગેઇનર્સ, રિલાયન્સનું માર્કેટ-કેપ 32,271 કરોડ ઘટ્યું

છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં, માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની ટોચની 10 કંપનીઓમાંથી 3ના માર્કેટ કેપમાં સંયુક્ત રીતે ₹1,06,125.98 કરોડ (₹1.06 લાખ કરોડ)નો વધારો થયો છે. એચડીએફસી બેંક આ સમયગાળા દરમિયાન માર્કેટમાં ટોપ ગેઇનર રહી છે.

તેનું મૂલ્યાંકન ₹52,092 કરોડ વધ્યું છે. હવે તેનું માર્કેટ કેપ ₹12.67 લાખ કરોડ થઈ ગયું છે. ઉપરાંત, ICICI બેંકનું ₹36,119 કરોડ વધીને ₹8.14 લાખ કરોડ અને ઈન્ફોસિસનું માર્કેટ કેપ ₹17,915 કરોડ વધીને ₹6.36 લાખ કરોડ થયું છે.

રિલાયન્સનું બજાર મૂલ્ય ₹32,271 કરોડ ઘટ્યું
તે જ સમયે, આ સૂચિમાંની 7 કંપનીઓના માર્કેટ કેપમાં આ સમયગાળા દરમિયાન ₹1,01,769 કરોડનો ઘટાડો થયો છે. આમાં ટોપ લુઝર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ​​​​​​​રહી છે. તેનું મૂલ્યાંકન ₹32,271.31 કરોડ ઘટ્યું છે.

રિલાયન્સ ઉપરાંત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), LIC, હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને ITCના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો છે.

ગયા સપ્તાહે સેન્સેક્સ 641 પોઈન્ટ વધ્યો હતો
ગયા સપ્તાહે સેન્સેક્સ 217.13 પોઈન્ટ અથવા 0.28 વધ્યો હતો. તે જ સમયે, શુક્રવાર, 21 જૂન, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, નિફ્ટીએ 23,667ના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો. જોકે, દિવસના ટ્રેડિંગ પછી તે નીચે આવ્યો હતો અને 65 પોઈન્ટના ઘટાડા સાથે 23,501 પર બંધ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *