વડોદરામાં હાર્દિક પંડ્યાનો વિક્ટરી રોડ શો

દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો આજે, એટલે કે 15 જુલાઈ 2024ના સોમવારે શહેરમાં વિક્ટરી રોડ શો યોજાઈ રહ્યો છે. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર પણ જોડાશે. ત્યારે માંડવીથી નીકળનારો આ વિક્ટરી રોડ શો નવલખી મેદાન ખાતે સંપન્ન થશે. આ રોડ શો દરમિયાન 7 DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને 3 SRPની ટુકડી તહેનાત કરવામાં આવી છે તેમજ શહેર બહારથી 3 SRPની ટુકડી, 1 SP, 7 ACP, 5 PI અને 5 PSI કક્ષાના અધિકારી હાજર રહેશે. આ ઉપરાંત રોડ શોમાં હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોના 1 હજારથી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને રાજકીય આગેવાનોને આમંત્રણ અપાયું છે.

વિક્ટરી રોડ શો માટે મુંબઇથી હાર્દિકની ખાસ ટીમ ગત રાત્રે વડોદરા પહોંચી હતી અને રેલીના આયોજન માટે તે માર્ગદર્શન આપી રહી છે. બીજી તરફ રોડ શો માટેની વિશેષ બસ કચ્છથી આજે વડોદરા આવી પહોંચી હતી. જેને ક્રિકેટરોનાં ચિત્રો અને ભારતીય ટીમના વિજય પછી સર્જાયેલા દૃશ્યોનાં ચિત્રો બસ પર કંડારવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *