હાર્દિક અને નતાશાએ ડિવોર્સ લીધા

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સ થઈ ગયા છે. પંડ્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આ વિશે માહિતી આપી છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ કપલ તેમના લગ્નજીવનમાં ખુશ નથી. નતાશા ક્રિકેટરને છૂટાછેડા આપવા માગે છે. જો કે હાર્દિકે આજે પોસ્ટ કરીને અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો.

હાર્દિકે તેની પોસ્ટમાં લખ્યું છે કે, “નતાશા અને મારા માટે આ એક મુશ્કેલ નિર્ણય હતો. અમે એક પરિવાર તરીકે આગળ વધવાનો આનંદ માણ્યો, એકબીજાને માન આપ્યું અને સપોર્ટ કર્યો. અમને અગસ્ત્યની ભેટ મળી. તે હવે અમારા બંનેનું જીવન હશે. અમે દરેકને આ સંવેદનશીલ પ્રસંગે ગોપનીયતા આપવા વિનંતી કરીએ છીએ.

2 દિવસ પહેલાં જ નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ શેર કરીને ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા હતા. પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઈટ્સ ધેટ ટાઈમ ઓફ ધ યર’ અને પ્લેન અને ઘરના ઇમોજી સાથે ઈમોશનલ ઈમોજી પણ જોવા મળે છે. જે તેના હોમ ટાઉન સર્બિયા પાછા જવાનો સંકેત આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *