ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 13મો દિવસ છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું છે કે હમાસના આતંકવાદીઓ હજી પણ અમારા દેશમાં હાજર હોવાની શક્યતાને અમે નકારી શકીએ નહીં.
ગાઝા સરહદી વિસ્તારોને સ્કેન કરવાનું કામ હજુ પૂર્ણ થયું નથી. અમે ગઇકાલે હમાસના એક આતંકવાદીને પણ ઝડપી લીધો હતો. તે ગાઝા પરત ભાગી રહ્યો હતો. આ દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ઇઝરાયલ સાથે એકજૂથતા દર્શાવવા તેલ અવીવ પહોંચ્યા છે.
ઋષિ સુનક ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળશે. ઇઝરાયલ પહોંચ્યા બાદ સુનકે કહ્યું- આ દેશે આતંકવાદનો સામનો કર્યો છે, અમે તેમની સાથે છીએ.