ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજરોજ (12 એપ્રલ) મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની પરીક્ષા યોજાઈ હતી. ગુજરાતનાં ધો.8નાં 4 લાખ વિદ્યાર્થીએ ધોરણ 9થી 12માં સ્કોલરશીપ મેળવવા માટે આ પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટમાં 44 પરીક્ષા કેન્દ્રો ઉપરથી કુલ 24,000 છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. જ્ઞાન સાધનાની પરીક્ષામાં મેરીટમાં આવનારા પ્રથમ 25,000 જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં ધોરણ 9અને 10માં વાર્ષિક રૂ. 22,000, જ્યારે ધોરણ 11 અને 12માં વાર્ષિક રૂ. 25,000ની શિષ્યવૃત્તિ અપાશે.
120 માર્કના 120 MCQ પ્રશ્નો પૂછાયા ન્યુ એરા સ્કૂલના સંચાલક અજય પટેલનાં જણાવ્યા મુજબ, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ- 2025ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરમાં અલગ-અલગ સ્કૂલ-કોલેજોમાં 44 કેન્દ્રોમાં 11થી 1.30 વાગ્યા સુધી પરીક્ષાઓ ચાલશે. આ માટે સવારે 10:30 વાગ્યે પ્રવેશ આપવામાં આવ્યો છે. પરીક્ષામાં છાત્રોને જનરલ નોલેજ 6થી 8નાં અભ્યાસક્રમમાંથી કુલ 120 માર્કના 120 MCQ પ્રશ્નો પૂછવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા હાલ યોજાઈ રહી છે. જેમાં રાજકોટનાં 44 કેન્દ્રો પર 24000 સહિત કુલ 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પૈકી પ્રથમ 25,000 વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે ખાસ સ્કોલરશીપ આપવામાં આવશે. જે અંતર્ગત ધોરણ 9અને 10માં વાર્ષિક રૂ. 22,000 જ્યારે ધોરણ 11 અને 12માં વાર્ષિક રૂ. 25,000ની શિષ્યવૃત્તિ અપાશે. દરવર્ષે આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ સામેલ થાય છે. અને સ્કોલરશીપનો લાભ મેળવે છે