ગુજરાતનું રામેશ્વરમ ધનુષ કોટી!

કપરાડા તાલુકાનું અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા ફતેહપુર ગામના સિલાગણ ફળિયાની ચારે તરફ દમણગંગા નદીના મધુબન જળાશયનું પાણી ફેલાયેલું હોવાથી અહીંનું પ્રાકૃતિક દૃશ્ય ખૂબ જ રમણીય લાગે છે. સાથે જ અહીંના દૃશ્ય જોઈને દક્ષિણ ભારતમાં આવેલા રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરફ જવાના માર્ગસ્થિત અતિ પ્રસિદ્ધ એવું ધનુષ કોટીની પ્રતીતિ કરાવે છે.

આ ગામને કુદરતે ભરપૂર સૌંદર્ય આપ્યું છે. અહીં તમે આદિવાસી ભોજનનો સ્વાદ પણ માણી શકો છો. જો સરકાર દ્વારા આ સ્થળને વિકસાવવામાં આવે તો એક નવું પર્યટન સ્થળ ઊભું થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *