ઇન્ટરનેશનલ ઇમિગ્રન્ટ્સ માટે સ્વર્ગ સમાન ગણાતા કેનેડાએ તેના દરવાજા બંધ કર્યા, ટ્રમ્પે નીતિઓમાં ફેરફાર કરતા ભારતીય ઇમિગ્રન્ટ્સ UK તરફ વળ્યા હતા. જો કે હવે UKએ પણ વિઝા નિયમો કડક કરતાં ત્યાં રહેતા ભારતીયો મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
ભલે નવા નિયમો હજુ અમલી ન બન્યા હોય પરંતુ તેના કારણે અત્યારે જે ભારતીયો ખાસ કરીને જે ગુજરાતીઓ UKમાં રહે છે તેમનામાં ચિંતા જોવા મળી રહી છે કે અમારૂં શું થશે? શું બદલાશે? કોને અસર થશે? UK ગુજરાતી સમાજના અગ્રણી તથા લંડનમાં રહેતા વિઝા એક્સપર્ટ સાથે વાત કરીને આવા જ સવાલોના જવાબ મેળવ્યા છે.
વિદેશથી UK આવતા લોકોની સંખ્યા ઘટાડવા માટે UK સરકારે 12મી મેએ ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આ માટે UK સરકારે શ્વેતપત્ર બહાર પાડ્યું હતું.
અત્યાર સુધી એવું થતું હતું કે નવા નિયમો નવી વિઝા એપ્લિકેશન પર લાગુ પડતા હતા. જે લોકો વિદેશી UKમાં ઓલરેડી રહેતા હતા તેમને જૂના નિયમો લાગુ પડતા હતા પરંતુ હવે એવું થશે કે આ નવા નિયમ નવા-જૂના એમ બન્ને લોકો પર લાગુ થશે. હવે એ જાણી લોકો પહેલાં શું હતું અને નવા નિયમો લાગુ થાય ત્યારે શું થશે.