‘મર્દાની 3’માં ગુજરાતી એક્ટ્રેસની એન્ટ્રી!

રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની’ ફિલ્મ ફ્રેન્ચાઇઝીના બે ભાગ રિલીઝ થઈ ગયા છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ફિલ્મ ‘મર્દાની 3’નું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2026માં હોળીના તહેવાર પર રિલીઝ થશે. એવામાં અહેવાલો સામે આવી રહ્યા છે કે- ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ રાની મુખર્જી સાથે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે.

જાનકીની એક્ટિંગ જોઈ રાની મુખર્જી ફિદા થઈ ગઈ ‘શૈતાન’ ફિલ્મમાં જાનકી બોડીવાલાની એક્ટિંગ જોઈ રાની મુખર્જી અને આદિત્ય ચોપરા પ્રભાવિત થયા હતા, તેથી તેમણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસે અજય દેવગન સાથે કામ કર્યું હતું. એટલું જ નહીં ‘શૈતાન’ માટે જાનકી બોડીવાલાએ IIFAમાં બેસ્ટ સપોર્ટિંગ રોલ કેટેગરીમાં એવોર્ડ પણ જીત્યો હતો.

અગાઉ ‘મર્દાની 2’માં પણ વિલનની ભૂમિકા એક ગુજરાતી કલાકાર વિશાલ જેઠવાએ કરી હતી. જેની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મમાં વિશાલે એક રેપિસ્ટનું પાત્ર ભજવ્યું હતું. હવે ‘મર્દાની 3’માં જાનકી બોડીવાલાની એન્ટ્રી પણ દરેક ગુજરાતી ફેન્સના ઉત્સાહમાં વધારો કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *