ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન કરવામાં આવે છે. જેમાં યોગ કોચ દ્વારા 100 કલાકની ટ્રેનિંગ અપાયા બાદ ઓનલાઇન ટ્રેનિંગ પરીક્ષા પાસ કર્યા બાદ યોગ કો-ઓર્ડિનેટર દ્વારા પ્રેક્ટિકલ અને વાયવા પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ઉતીર્ણ થયા બાદ યોગ ટ્રેનર્સને ખાસ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટમાં મેયર નયનાબેન પેઢડિયા હસ્તે યોગ કોચ ચિંતન ત્રિવેદીના ટ્રેનર્સને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. તેમજ કણસાગરા કોલેજના આચાર્ય સેજલીયાના હસ્તે યોગ કોચ રાજેશ રાજાણીના ટ્રેનર્સ, ઝોન કો-ઓર્ડિનેટર વંદનાબેન રાજાણી અને સિનિયર સિટીઝન યોગ સાધકોના હસ્તે યોગ કોચ રૂપલબેન છગના ટ્રેનર્સ, ઝોન કો-ઓર્ડિનેટર ગીતાબેન સોજીત્રા અને મીતાબેન તેરૈયાના હસ્તે યોગ કોચ કિંજલબેન ઘેટિયાના ટ્રેનર્સને તાલીમ લીધી હોવાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.