ગુજરાત ST બસનું ભાડું 10% વધ્યું

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા ચાલકી બસ સેવાનાં ભાડાંમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આજે મધ્યરાત્રિથી નવા ભાડાં લાગુ કરવામાં આવશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે.

ઉલ્લેખનીય છે કે, 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25 ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડાં વધારવામાં આવ્યો છે. 28 માર્ચ 2025ની મધરાતથી એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10 ટકાનો ભાડાંમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ) 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂપિયા એકથી રૂપિયા 4 સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *