ગુજરાતમાં 28% વધુ વરસાદ થયો

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગઈકાલે આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. એને કારણે રાજ્યભરમાં એક જૂનથી લઈને 25 જુલાઈ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ એના કરતાં 28% વધુ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 53.25 ટકા પડ્યો છે. રાજ્યમાં 31 તાલુકામાં 40 ઇંચથી વરસાદ થયો છે. 43 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. કચ્છમાં અત્યારસુધી 75% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 73 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ 63.07 ટકા વરસાદ થયો છે. નોર્થ ગુજરાત અને ઇસ્ટ-સેન્ટ્રલ ગુજરાતમાં વરસાદ ઓછો છે. આ બંને ઝોનમાં 30 ટકા જેટલો વરસાદ પડ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે. છોટાઉદેપુર, વડોદરા, સુરત અને વલસાડમાં પણ વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે. અત્યારસુધી સિઝનમાં 63 લોકોનાં મોત થયાં છે. વડોદરામાં ગઈકાલે એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકોને નિયમ અનુસાર સહાય ચૂકવવામાં આવે છે.

સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાઈ ગયો છે. 206 ડેમમાં પાણીની સારી આવક થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં પાણીના નવનીત આવ્યા છે. ઉત્તર ગુજરાતના ડેમમાં પ્રમાણમાં પાણીની આવક ઓછી છે. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટીમો વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની રિઝર્વ ફોર્સ વડોદરા અને ગાંધીનગરમાં રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *