ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે મુલાકાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી હાઈકમાન્ડનું તેડું આવતા દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, લલિત કગથરા, અમી યાજ્ઞિક, તુષાર ચૌધરી સહિતના નેતાઓએ રાહુલ ગાંધી અને વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું પદ હાલ ખાલી પડ્યું હોય તેની નિમણૂકને લઈ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આજે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેમાં સૌથી મહત્વનો મુદ્દો શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *