GSTએ 500 પેઢીમાં તપાસ હાથ ધરી, 11 નંબર રદ કરાયા

બોગસ પેઢી-નંબર શોધવા માટે જીએસટી વિભાગે કવાયત હાથ ધરી છે. રાજકોટ જીએસટી વિભાગે રાજકોટ શહેર ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં પણ ચકાસણી હાથ ધરી હતી. કુલ 500 પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તબક્કે 11 પેઢી બોગસ હોવાનું માલૂમ પડ્યું હતું. બોગસ પેઢી ઊભી કરનાર માસ્ટર માઇન્ડે અન્યના પાન અને આધારકાર્ડ મેળવીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. તેમજ ચોપડા-દસ્તાવેજની ચકાસણી કરતા રૂ.2 કરોડની ખોટી વેરાશાખ લઇ લીધા હોવાનું પણ માલૂમ પડ્યું છે.

સુરેન્દ્રનગર અને રાજકોટમાં બોગસ પેઢી મારફત વ્યવહારો ચાલતા હોવાની ફરિયાદ છેલ્લા કેટલાક સમયથી ઊઠી હતી. જેના આધારે અધિકારીઓ દ્વારા ખાનગી રાહે તપાસ કરી હતી. તપાસ કરતા પ્રથમ વિભાગમાં 11 પેઢી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય પેઢીના દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે. તેમાં પણ મોટા પ્રમાણમાં ટેક્સચોરી ઝડપાઈ તેવી સંભાવના વર્તાઈ રહી છે. આ સિવાય જે નિયમિત ટેક્સ ભરતા નથી તેમજ ટેક્સચોરી કરે છે. તેના નામની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ટેક્સચોરીના કિસ્સામાં ટેક્સની રકમ, વ્યાજ અને પેનલ્ટી વસૂલવામાં આવશે. તેમ અધિકારીઓએ જણાવ્યું છે. તેમજ જે લોકો નિયમિત ટેક્સ નથી ભરતા તેમના નંબર રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ટેક્સ ચોરો સામે ઘણા લાાંબા સમય બાદ જીએસટી વિભાગે આળસ મરડીને કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *