રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી

મહાનગરપાલિકાની વધુ એક ગંભીર બેદરકારીને ઉઘાડી કરતા આ બનાવની જાણવા મળતી વિગતોનુસાર ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગર મેઇન રોડ પર હીરાના બંગલા પાસે રહેતા વનરાજસિંહ ઉદેસિંહ જાડેજા (ઉ.વ.60) નામના અખબારી એજન્ટ ગત તા.2ના રોજ વહેલી સવારે 5.45 વાગ્યે પ્રેસમાં પોતાની ફરજ બજાવીને ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે તેમની શેરીમાં નદીની જેમ પાણી વહી રહ્યા હતા અને તેના પરિણામે મહાનગરપાલિકાએ બેદરકારીથી ખુલ્લી મૂકી દીધેલી ગટરના મેઇન હોલના ઢાંકણા પાણીના વહેણમાં ઢંકાઇ જતા દેખાયા ન હતા અને બાઇક તેમની સાથે અથડાતા ખુલ્લી ગટરમાં બાઇક ખાબક્યું હતું અને વનરાજસિંહ તેના પરથી ફંગોળાતા પેટમાં બાઇકનું હેન્ડલ લાગતા બે પાંસળી તૂટી જતા ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દસ દિવસની સારવાર બાદ વનરાજસિંહનું કરુણ મોત નીપજ્યું હતું. અખબારી જગતમાં સારી લોકપ્રિયતા ધરાવતા વનરાજસિંહ જાડેજાનું મહાનગરપાલિકાની બેદરકારીથી મૃત્યુ નીપજતા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *