એસ.ટી. બસની જીપીએસ સિસ્ટમ છેલ્લા છ માસથી બંધ હોય તે મુદ્દે ગુજરાત મુસાફર હિતરક્ષક સમિતિએ એસ.ટી.ના એમડીને ફરિયાદ કરતાં તપાસના આદેશ થયા છે.
ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદપોથી (પરિશિષ્ટ અ) મુજબ તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નંબર 143536 થી ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદ ડેપો મેનેજર ઘનશ્યામ હરિભાઈ ચગ દ્વારા કચરાપેટીમાં સ્વાહા કરાતાં આ અંગે તારીખ 10 ફેબ્રુઆરી 2025થી રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને એસટીના એમ.ડી. ને જીપીએસ સિસ્ટમ શરૂ કરવા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
જે અન્વયે તારીખ 17 ફેબ્રુઆરીથી એસ.ટી.ની વડી કચેરીના ઇડીપી મેનેજરે વિભાગીય નિયામક રાજકોટને જીપીએસ સિસ્ટમ શરૂ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી. અને તેમ છતાં વડી કચેરીના આદેશને અવગણીને જીપીએસ સિસ્ટમ શરૂ કરવામાં ન આવતા સમિતિ દ્વારા તાત્કાલિક-જરૂરી સ્મૃતિપત્ર સાથે પુનઃ તારીખ 12 મેના રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, એસ.ટી.ના એમડીને અને રાજકોટના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરી જેમાં જણાવ્યું કે, રાજકોટના સીસીટીવી ફૂટેજ મેળવી છેલ્લા છ માસથી રાત્રે જીપીએસ સિસ્ટમ ચાલુ નહીં કરનાર જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારી પર દંડનીય કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.