ગોંડલની ત્રણ દીકરીઓએ ઘરે રંગોળી તૈયાર કરી

નવા વર્ષને લઈને ઘરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરેક હિન્દુના ઘરના આંગણે દિવાળીમાં કલાત્મક રંગોળી જોવા મળે છે. ગોંડલની ત્રણ દીકરીઓએ નુતન વર્ષના દિવસે પોતાના ઘરના આંગણે ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે. ભોજરાજપરા માં મારવાડી મિલ માં રહેતા પૂજા તળાવીયાએ 32 કલાકની મહેનત બાદ ગણેશ અને લક્ષ્મીજીની રંગોળી બનાવવામાં આવી હતી. બીજી રંગોળી ગુંદાળા ફાટક પાસે ગણેશ મિલવાળી શેરીમાં હેપી અને બંસી રોકડે ભગવાન શંકર અને પાર્વતી ની રંગોળી બનાવી છે. આ રંગોળી તૈયાર કરવામાં 22 કલાક જેટલો સમય લાગ્યો છે. બંને રંગોળી માં ભગવાનના સાક્ષાત દર્શન થાય છે.

ગોડલ ભોજરાજપરામાં મારવાડી મિલ શેરી નં – 1 માં રહેતા જીતુભાઇ તળાવીયાની પુત્રી પૂજા તળાવીયાએ દિવાળી અને નવા વર્ષેના તહેવારને લઈને પોતાના ઘરે 9 બાય 7 ફૂટ ની ગણેશજી અને લક્ષ્મીજીની વિશાળકાય રંગોળી બનાવવામાં આવી છે. રંગોળીમાં 17 કિલો કલર પુરવામાં આવ્યો છે પૂજા તળાવિયાએ રંગોળી બનાવવા માટે 32 કલાકનો સમય લાગ્યો છે. રંગોળીમાં વિવિધ 10 કલર પીળો, ગુલાબી, લીલો, કેસરી, વાદળી, લાલ, કોફી, કાળો અને સફેદ કલર પુરવામાં આવ્યા છે. ધન તેરસ અને દિવાળીના તહેવારમાં ગણેશજી અને લક્ષ્મીજી નું વધારે મહત્વ હોય છે એટલે આ રંગોળી મેં મારા ઘરે બનાવી છે રંગોળીમાં એક, બે અને પાંચ રૂપિયાના સિક્કા પણ મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *