ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં શિક્ષિકાને રજા મુદ્દે માનસિક ત્રાસ અપાયાની રાવ

ગોંડલની સેન્ટમેરી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ ફાધર સામે રજા લેવા બાબતે માનસિક ત્રાસ અપાયાની પોલીસમાં રજૂઆત કરતાં શિક્ષણ જગત ચોંકી ઉઠ્યું છે. શિક્ષિકાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે મેં બીમારી સબબ રજા રાખી હતી અને કો ઓર્ડિનેટરને આ અંગે જાણ પણ કરી હતી તેમ છતાં ફાધરે મારી રજાનો પગાર કાપી લીધો છે અને માનસિક ત્રાસ આપ્યો છે. આથી તેમની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઇએ.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસનાં દિવ્યરાજસિંહ જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અંજલીબેન ઉનડકટે સ્કૂલનાં પ્રિન્સિપાલ ફાધર સિજો વિરુદ્ધ એ’ડિવિઝન પોલીસમાં લેખિત રજૂઆત કરીને જણાવ્યું કે બીમારી સબબ પોતે રજા ઉપર હતા ત્યારે સ્કુલનાં નિયમ મુજબ કો-ઓર્ડિનેટરને વોટસઅપ મેસેજ દ્વારા જાણ કરી હતી. તેમ છતાં પ્રિન્સિપાલ ફાધર સિજોએ હાજરી પત્રકમાં કપાત પગારે રજા મૂકી અન્યાય કરાયો હતો. ફરજ પર હાજર થઈ આ અંગે ફાધરને રજૂઆત કરતા તેમણે ગેરવર્તન દાખવી ધાકધમકી આપી માનસિક ત્રાસ અપાયો હતો. આથી મને કાયદાકીય રક્ષણ આપવા અને ફાધર સામે કાર્યવાહી થવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *