ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા રામનવમી, મહાવીર જયંતી તેમજ હનુમાન જયંતિના દિવસે કતલખાના તેમજ નોનવેજ લારીઓ બંધ રાખવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આગામી તા. 6 ને રવિવાર રામનવમી તેમજ તા.10 ને ગુરુવારે મહાવીર જયંતિ અને તા.12 ને શનિવાર હનુમાન જયંતિ નિમિતે શહેરમાં કતલખાના, જીવ હિંસાના કારોબારમાં વેચાતાં માંસ, મટન, ઈંડા, મચ્છી નોનવેજના હાટડા ખુલ્લામાં રેકડીઓમાં વેચાતા હોય ત્યારે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાતી હોય છે
ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા ગોંડલ પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ નગરપાલિકા પ્રમુખને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે ભગવાન મહાવીરના અહિંસાનો સંદેશ અને ગાંધીજી તથા સ્વામી વિવેકાનંદજીના દેશમાં ભગવાન શ્રીકૃષ્ણની ભારત ભૂમિમાં અને સમગ્ર હિન્દૂ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ જન્મ ઉત્સવ તથા મહાવીર જયંતિ તેમજ હનુમાન જયંતિ ભવ્ય રીતે ઉજવાતી હોય છે.
ત્યારે એક દિવસ આવા કારોબાર બંધ રખાવવા વહેલી તકે જાહેરનામું બહાર પાડી કડક અમલવારી કરાવવા નગરપાલિકા ના સત્તાધીશો, પોલીસ અધિકારીઓને ફરજ પાડવા યોગ્ય તાકીદે હુકમ કરવા હિન્દુ સમાજની લાગણી સાથે માંગણી છે.