ગોંડલ તાલુકા પોલીસની સતર્કતા અને ઝડપી તપાસના પરિણામે અપહરણનો ભેદ ઉકેલાયો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે મધ્યપ્રદેશ રાજ્યના મહેર જિલ્લાના બદેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુના સંદર્ભે આરોપી રાધેપાલ ઉર્ફે પુરૂષોતમપાલ અને ભોગબનનારને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.
મધ્યપ્રદેશની બદેરા પોલીસની ટીમ પણ ગોંડલ પોલીસ સ્ટેશન પર તપાસ અર્થે આવી હતી. ત્યારે પો.ઇન્સ. એ.ડી. પરમારની સૂચના અનુસાર ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે ટીમે રીબડાથી ગુંદાસરા જતા રસ્તા પરથી આરોપી તથા ભોગબનનારને શોધી કાઢ્યા અને આગળની કાનૂની કાર્યવાહી માટે મધ્યપ્રદેશ પોલીસને સોંપી આપ્યા હતા.
અપહરણના આ ગુના વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. પરમારના નેતૃત્વ હેઠળ પો. કોન્સ્ટેબલ ચંદનસિંહ પરમાર તથા સ્ટેશનના અન્ય સ્ટાફના સભ્યોએ કામગીરી કરી હતી.