ગોંડલ નાગરિક બેંકને નવા સુકાનીઓ મળ્યા

ગોંડલનાં અર્થતંત્રની ધરોહર સમી નાગરિક સહકારી બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ) જાડેજાએ હોદા પરથી રાજીનામુ ધરી દેતાનવા ચેરમેન વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને ચેરમેન તરીકે અગ્રણી વેપારી કિશોરભાઈ કાલરીયા તથા વા. ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજા સતારુઢ બન્યા છે.

ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બેંકમાં અન્ય ડિરેકટરને પણ હોદા મળી રહે એ હેતુથી સર્વાનુમતે હોદાની ફેરબદલી કરાઇ છે. આજે સવારે 11 કલાકે નાગરિક બેંક ભવન ખાતે નવા સુકાનીઓએ હોદાનાં શપથ ગ્રહણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *