ગોંડલ નગરપાલિકાએ સાડા 3 કરોડ રૂપિયાનું છેલ્લા 18 મહિનાથી ચડત વીજ બિલ ભરવાનું બાકી છે જો કે 15માં નાણા પંચમાંથી બીજ બીલની રકમ મંજૂર થતા શાસકોએ હાશકારો અનુભવ્યો હતો અને પાલિકાએ 2.34 કરોડ રૂપિયાનું વીજ બિલ ભરપાઇ કરી દીધું હતું.
ગોંડલ નગર પાલિકાએ PGVCLને આશરે સાડા ત્રણ કરોડનું વીજ બીલ ચૂકવવાનું બાકી હતું. PGVCL દ્વારા નગરપાલિકાને અલગ અલગ વોટર વર્કસ, સ્ટ્રિટલાઈટ જેવા 104 વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા સહિતનાની મહેનત રંગ લાવી હતી.