ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ફરી ઉભરાયું

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ડુંગળીની આવકથી ઉભરાઈ જવા પામ્યું છે. યાર્ડની બહાર બન્ને બાજુ ગઈકાલે ડુંગળીના વેચાણ માટે વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. ગત રાત્રીના સમયે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ છે. જેથી હાલ યાર્ડમાં ડુંગળી રાખવાની જગ્યા ના હોવાથી ડુંગરીની આવક બંધ કરવામાં આવી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવતા હોય છે. ત્યારે આ વખતે હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ.200/- થી રૂ. 1000/- સુધીના બોલાયા હતા. ડુંગળીના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. જેથી ડુંગરીના વેચાણ માટે યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇનો હતી અને ડુંગળીની ભરપૂર આવક થવા પામી છે. ત્યારે હવે જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈ અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *