ગોંડલનો એજાજ ઉર્ફે મામુ દિલાવર મકરાણી (ઉ.વ.32 રહે.ગોંડલ, વોરાકોટડા રોડ, આવાસ યોજના, ભાડાના કવાર્ટરમાં) ત્રીજી વખત ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો. રાજકોટ રૂરલ એસઓજીએ આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. રૂ.8520ની કિંમતનો 852 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
એસ.ઓ.જી. શાખાના પીઆઇ એફ.એ.પારંગી, પીએસઆઈ બી.સી.મીયાત્રા, સ્ટાફ સાથે ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. જયવિરસિંહ રાણા, હેડ.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અરવિંદભાઇ દાફડાને સંયુક્ત રીતે બાતમી મળેલ કે, એજાજ ઉર્ફે મામુ દિલાવરભાઈ મકરાણી બ્લોચ (રહે. ગોંડલ, વોરાકોટડા રોડ) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. જેથી દરોડો પાડતા આરોપી તેના ઘરમાંથી મળી આવેલ અને ઘરમાં છુપાવેલ રૂ.8520ની કિંમતનો 852 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો અને ગોંડલ સિટી બી. ડિવિઝન પોલીસ મથકે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.