ગોંડલ શહેર A ડિવિઝન પોલીસે ચાર મોબાઈલ સાથે મોબાઈલ ચોરને પકડી પાડ્યો

રાજકોટ જિલ્લા ના SP હિમકરસિંહની સૂચનાને લઈને DYSP કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ PI એ.સી.ડામોર સહિતના નાઈટ પેટ્રોલીંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે માંડવીચોકમાં ઉભેલ એક યુવાન તપાસ કરતા ચાર ચોરાઉ મોબાઈલ મળી આવ્યા હતા. શહેર પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ માંડવીચોક બેઠીધાબીના પગથિયા પાસે રહેતા રિતિક ઉર્ફે ચિબો રાજુ ડાભી ઉ.વ.19 પાસેથી ગોંડલ શહેર પોલીસે બિલ વગરના અલગ અલગ કંપની વિવો 1906 મોડેલ, વિવો કંપનીનો Y36, ગુલાબી કલરનો સેમસંગ કંપનીનો મોબાઈલ, ટેકનો સ્પાર્ક કંપનિનો મોબાઈલ મળી આવ્યા હતા પોલીસે કુલ 18,000/- ના મુદ્દામાલ કબ્જે કરી રિતિક વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *