સોનું 471 રૂપિયા વધીને 85,725 રૂપિયા પર પહોંચ્યું

18 ફેબ્રુઆરીએ વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 471 રૂપિયા વધીને 85,725 રૂપિયા થયો છે. અગાઉ સોનું 85,254 રૂપિયા હતું. 14 ફેબ્રુઆરીએ સોનાનો ભાવ 86,089 રૂપિયાના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો.

એક કિલો ચાંદીનો ભાવ 13 રૂપિયા વધીને 95,959 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 95,946 રૂપિયા પ્રતિ કિલો હતો. 23 ઓક્ટોબર 2024એ ચાંદી તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી, જ્યારે તે પ્રતિ કિલો રૂ. 99,151 પર પહોંચી ગઈ હતી.

કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે મોટી તેજી પછી, સોનામાં ઘટાડો થવાની અપેક્ષા હતી અને તે પહેલાથી જ થઈ ચૂક્યું છે. અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા જીઓ પોલિટિક્લ ટેન્શનને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. તે જ સમયે, ગોલ્ડ ETFમાં રોકાણ પણ વધી રહ્યું છે. આ કારણે પણ સોનાની માગ વધી રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષે સોનું 90 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *