સોનું ₹837 વધીને ₹96,192 થયું

2 જૂને સોનાના ભાવમાં વધારો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹837 વધીને ₹96,192 થયો છે. અગાઉ સોનાનો ભાવ ₹95,355 પ્રતિ 10 ગ્રામ હતો.

જોકે, ચાંદીનો ભાવ ₹66 ઘટીને ₹97,392 થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ₹97,458 પ્રતિ કિલો હતો. આ પહેલા, 21 એપ્રિલે સોનાનો ભાવ ₹99,100 ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો અને 28 માર્ચે ચાંદીનો ભાવ ₹1,00,934 ઓલ ટાઈમ હાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *