સોનાના ભાવમાં વધારો અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે (5 નવેમ્બર) 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 48 રૂપિયા વધીને 78,566 રૂપિયા થઈ ગઈ છે. એક દિવસ પહેલા સોનાનો ભાવ 78,518 રૂપિયા હતો.
તે જ સમયે, ચાંદીની કિંમત 221 રૂપિયા ઘટીને 94,261 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.94,482 હતો.
આ જ મહિનામાં 23 ઓક્ટોબરે ચાંદીએ રૂ. 99,151ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. 30 ઓક્ટોબરે ટ્રેડિંગ દરમિયાન સોનું રૂ. 79,681ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.