સોનું ₹79,000ને પાર, એક જ દિવસમાં ₹936નો વધારો

ગઈકાલે ધનતેરસ પર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ આજે પણ સોનામાં તેજી જોવા મળી રહી છે. આજે એટલે કે બુધવાર (30 ઓક્ટોબર)ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ગઈકાલની કિંમતથી 936 રૂપિયા વધીને 79,681 રૂપિયા થઈ ગઈ છે. ગઈ કાલે સોનાનો ભાવ રૂ.78,745 હતો.

તેમજ, ચાંદીના ભાવમાં પણ 467 રૂપિયાનો વધારો થયો છે અને તે 98,340 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયો છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.97,873 હતો. આ જ મહિનામાં 23 ઓક્ટોબરે ચાંદીએ રૂ. 99,151 ઓળ ટાઈમ હાઈ પર હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *