આટકોટ પાસે મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઇનની ચીલઝડપ

જસદણ તાલુકાના આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ જતાં આટકોટ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. આ બનાવ અંગે આટકોટમાં પાંચવડા રોડ પર કૈલાસનગરમાં રહેતાં ચેતનભાઇ પંડિતરાય પંચોલી (ઉ.વ.55) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વેપાર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ તેના પત્ની બીનાબેન સાથે ઘરેથી વિરનગર મંડળીમા સહી કરવા માટે જવાનુ હોય જેથી બાઈક લઈ દંપતી વિરનગર ગયા અને ત્યા વિરનગર જૂથ સેવા સહકારી મંડળી પર જઈ તેઓની પત્નીની સહી કરી બન્ને ત્યાથી નિકળી ઘરે જતા હતા. તે વખતે પોણા ચારેક વાગ્યાના અરસામા આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલ વીરાજ હોટલની પહેલા પહોંચ્યા હતા ત્યારે ત્યાં બે અજાણ્યા અને નંબર પ્લેટ વગરના બાઇક ચાલકોએ તેમનો પીછો શરૂ કર્યો હતો અને તેમાંથી એક શખ્સે માથા પર હેલ્મેટ પહેર્યું હતું. આથી ચહેરા ઓળખાઇ શક્યા નથી. તેમણે ઓચિંતા ધસી આવીને બીનાબેનના ગળામાં પહેરેલા રૂ. 60 હજારનો સોનાનો ચેઇન ગળામાંથી આંચકી ઝુટવી લઇ નાસી છૂટ્યા હતાં.

આ બનાવ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી સમડી ગેંગ થોડા નિષ્ક્રીય મોડ પર આવી ગઇ હોય કે ગમે તે કારણ હોય, આવા ચેન સ્નેચિ઼ગના બનાવો ઓછા બનતા હતા અથવા તો ફરિયાદ ઓછી નોંધાતી હતી . પરંતુ હવે ધીમે ધીમે આવા બનાવો સામે આવતાં લોકોમાં ભય ફેલાયો છે તો બીજી તરફ કિંમતી ધાતુનો ભાવ પણ એક લાખ આસપાસ પહોંચ્યો છે ત્યારે હવે લોકોએ પણ સાવધ રહેવુ઼ં જ રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આટકોટ રાજકોટ હાઈવે ઉપર અનેક ટુ વ્હીલરો અને બોગસ નંબર પ્લેટ ધરાવતી કારો જેવા વાહનો પોલીસની બેદરકારીથી ફરી રહી છે ત્યારે આ મુખ્ય રોડ પર ચેકિંગ કડક કરવામાં આવે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *