16 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામ 294 રૂપિયા વધીને 78,718 રૂપિયા થયો છે. અગાઉ સોનાનો ભાવ 78,424 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો.
તેમજ, એક કિલો ચાંદીની કિંમત 1,668 રૂપિયા વધીને 91,218 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. અગાઉ તે 89,550 રૂપિયા પ્રતિ કિલો હતો. ગયા વર્ષે 30 ઓક્ટોબરે સોનાએ 79,681 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલ ટાઈમ હાઈ હતું. તેમજ 23 ઓક્ટોબર 2024ના રોજ ચાંદી 99,151 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી.