ગોંડલ રોડ રેલવે ફાટકે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવતીની આત્મહત્યા

ગોંડલ રોડ નજીક રાજકમલ પંપ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણી યુવતીએ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસે જમાદાર અરૂણભાઇ ચાવડા સહિતે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવતી કોઠારિયા રોડ પર સાંઇબાબા સર્કલ પાસે ઇશ્વર પાર્કમાં રહેતી પ્રગતિ અશોકભાઇ વિકાણી (ઉ.25) હોવાનું તેના પરિવારે હોસ્પિટલે પહોંચી જણાવતા પોલીસે વધુ પૂછતાછ કરી હતી.

પોલીસની પૂછતાછમાં મૃતક યુવતી પ્રગતિ બે ભાઇમાં એકની એક બહેન હોવાનું અને અપરિણીત હોવાનું તેમજ તેના પિતા અશોકભાઇ શાકભાજીનો ધંધો કરતાં હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં રવિવારે બપોરે ઘેરથી નીકળી જઇ યુવતીએ આ પગલું ભરી લીધું હોય આપઘાતનું કારણ અંગે કંઇ જાણતા ન હોવાનું પરિવારે જણાવતા પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *