શહેરમાં મુંજકા ગામથી કટારિયા ચોકડી વચ્ચે નવી બનતી બિલ્ડિંગની સાઇટ પર રહેતા પરિવારની પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કટારિયા ચોકડીથી મુંજકા ગામ વચ્ચે નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર પરિવાર સાથે રહેતી અને મૂળ જાંબુવાની મનીતા મગનભાઇ શિંગાળા (ઉ.16) નામની તરુણીએ પહેલા માળે રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ વી.એન.બોદર સહિતના સ્ટાફે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરતા મૃતક તરુણીના પિતા મગનભાઇ સહિતનાઓ ચાર-પાંચ દિવસથી જ રાજકોટ પેટિયું રડવા માટે આવ્યા હતા અને મનીતાને બાળકો સંભાળવા માટે લાવ્યા હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.