શિયાણીનગરમાં ફાંસો ખાઇ તરુણીનો આપઘાત

શિયાણીનગરમાં રહેતી ખુશી રિઝવાનભાઇ આરબે (ઉ.વ.14) પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ખુશી બે ભાઇમાં મોટી હતી, તેણે સાતમાં ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો, તેના પિતા રિક્ષા ચલાવે છે, માતા-પિતા બજારમાં ગયા હતા અને બંને ભાઇ શેરીમાં રમવા ગયા હતા ત્યારે ઘરમાં એકલી રહેલી ખુશીએ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવથી આરબ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અન્ય એક બનાવમાં શાપરના પારડીમાં રહેતા પિન્ટુબેન સાગરભાઇ સોલંકી (ઉ.વ.28)એ પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ પિયર ધરાવતા પિન્ટુબેનના લગ્ન બાર વર્ષ પૂર્વે થયા હતા અને તેને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે, પતિ કારખાનામાં નોકરી કરે છે, પતિ સાથે કલેશ થતો હોય પિન્ટુબેને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *