કાલાવડ રોડ પરના આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા રૂકશાનાબેન ઓસમાણભાઇ જુણેજા (ઉ.32)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો.
પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, અગાઉ રૂકશાનાની સગાઇ થઇ હતી, પરંતુ ત્યાં તોડી નાખી હતી અને મહિલા માટે ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતી હતી. યુવતી લગ્ન વગર પ્રેમી મૂળ ટંકારાનો રફીક ઉમરભાઇ ભાણુ સાથે તેના ક્વાર્ટરમાં રહેતી હતી. પોલીસને એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પ્રેમીને ઉદ્દેશી લખાણ કર્યું હોવાનું તેમજ તેના મોબાઇલમાં વીડિયો પણ મળી આવ્યો હતો.યુવતીને રફીક સાથે છેલ્લા 17 વર્ષથી પ્રેમસંબંધ હોય અને બન્ને સાથે રહેતા હતા અને 13 વર્ષ પહેલાં નિકાહ પણ કરી લીધા હતા, પરંતુ કેટલાક સમયથી રફીક ત્રાસ આપતો હોય વારંવાર તેેને મરી જવાનું કહેતો હતો, ફોન પણ ઉપાડતો ન હોય અને કેટલાક સમયથી ફોન નંબર બ્લોક કરી નાખતા અંતે યુવતીએ આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
રૂકશાનાના ગાયકવાડીમાં રહેતા ભાઇ ઇમ્તિયાઝ ઓસમાણ જુણેજાએ જણાવ્યું હતું કે, મારી બહેનને પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરી યેનકેન પ્રકારે હેરાન કરી તરછોડી દઇ મરવા મજબૂર કરાઈ છે પોલીસે ઈમ્તિયાઝની ફરિયાદ સામે રફિક સામે ગુનો નોંધ્યો હતો.