આટકોટ નજીક આવેલી હોસ્પિટલ પાસે જે તે સમયે ડેકોરેટિવ લાઇટ્સ લગાવવા મંગાવવામાં આવેલા પોલ હવે વેરવિખેર અને નડતરરૂપ થાય તે રીતે ગોઠવી દેવામાં આવ્યા છે. એક સમયે આજ જ પોલ પર લાઇ્ટસ ઝબુકતી હતી અને અજવાળા પાથરતી હતી અને હવે એ જ પોલ ન કરે નારાયણ અને કોઇની જિંદગીમાં અંધકાર ફેલાવી દે તે રીતે રાખી દેવામાં આવ્યા છે. જે બાબત તંત્રના ધ્યાને નહીં હોય તેમ માનવાને તો કોઇ કારણ નથી જ પરંતુ કહ્યા વિના કામ ન જ કરવું એવું માનતું તંત્ર આ જોયા પછી પગલાં લેશે કે કેમ?