ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઇન્ડિયાની જીત બાદ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ હવે અમદાવાદ એરપોર્ટ પરથી પરત ફરી રહ્યા છે. દરેક પ્લેયર અલગ અલગ પોતાની રીતે ગાડીમાં એરપોર્ટ સુધી પહોંચ્યા હતા. જેમાં ગઈકાલે સંજુ સેમસન, એમ એસ ધોની જેવા ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયા હતા.
જ્યારે આજે હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા સાથે અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયો હતો. આ ઉપરાંત અભિષેક શર્મા પણ અમદાવાદ એરપોર્ટ પરથી ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને માહીકા શર્મા હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. તેમજ હાર્દિકે માહીકાના ખભે હાથ રાખ્યો હતો. બન્નેએ વ્હાઇટ ટી-શર્ટનું મેચિંગ પણ કર્યું હતું.
8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-ટ્વેન્ટી ની ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 96 રને જીતી હતી. ટીમ ઇન્ડિયા જીત પહેલા મોટેરા સ્ટેડિયમ ની પાસે આવેલ હનુમાન ટેકરી દાદા ના દર્શન કરવા માટે પહોંચી હતી. જીત બાદ પણ ટ્રોફી લઈને ટીમ ઇન્ડિયા સાથે જય શાહ પણ હનુમાન ટેકરી દાદાના દર્શન ખાતે પહોંચ્યા હતા.
વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે મેદાન પરની રમત કરતા સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. ફાઇનલ મેચ બાદ મેદાનની વચ્ચે માહિકા શર્મા સાથેના વીડિયો વાઇરલ થતા જ નેટિઝન્સે તેને આડેહાથ લીધો હતો.
એક તરફ ફેન્સ તેની રમતની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ માહિકા સાથે તેનો સ્ટેડિયમમાં રોમાન્સ અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના જૂના વીડિયો ફરી વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો નવો રાઉન્ડ શરૂ થયો છે. લોકો કહી રહ્યા છે કે હાર્દિકને હંમેશા લાઈમલાઈટમાં અને ‘અટેન્શન’માં રહેવાની આદત છે.