જર્મનીએ સિટિઝિનશિપના નિયમો હળવા કર્યા

આગામી ગણતંત્ર દિવસે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેંક્રો મુખ્ય મહેમાન બનશે. તેમના ભારત પ્રવાસ દરમિયાન 26 રાફેલ ફાઇટર વિમાન તથા 3 સ્કોર્પિયન સબમરીન અંગે મહત્ત્વના કરાર થશે. સાથે જ ફ્રાન્સ સરકાર ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાના નિયમો પણ હળવા કરવા અંગે કરાર કરશે. દરમિયાન જર્મનીની સંસદે શુક્રવારે સિટિઝનશિપ મેળવવા માટેના નિયમોને હળવા બનાવતા બિલને મંજૂરી આપી હતી. સાથે જ ડ્યુઅલ સિટિઝનશિપ ધરાવવા પરના નિયંત્રણો પણ દૂર કરવામાં આવ્યા છે.

જર્મન સરકારના જણાવ્યા પ્રમાણે ઇમિગ્રન્ટ્સને આકર્ષવા તથા કુશલ શ્રમિકો મળી રહે એ માટે નિયમોને હળવા કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતના પ્રવાસ દરમિયાન ફ્રાન્સના પ્રમુખ નવી દિલ્હીની સાથે જયપુરની પણ મુલાકાત લઈ શકે છે. બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, ક્લિન એનર્જી, યૂથ એક્સચેન્જ તથા સ્ટુડન્ટ વિઝાના નિયમો હળવા કરવા અંગે મહત્ત્વના કરાર થશે. સાથે જ બન્ને દેશ ઇન્ડો-પેસેફિક સમુદ્રી વિસ્તારમાં પરસ્પર સહકાર વધારવા માટે પણ કટિબદ્ધતા દર્શાવશે.

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના સહકારથી મઝગાંવ ડોક લિમિટેડ દ્વારા 6 સ્કોર્પિયન સબમરીનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગત ઓક્ટોબરમાં ભારતે ફ્રાન્સ પાસેથી વધુ 26 રાફેલ વિમાન ખરીદવામાં આવશે એવી જાહેરાત કરી હતી.

દરમિયાન જર્મનીના સાંસદોએ સિટિઝનશીપ મેળ‌વા માટેના ધારાધોરણોને હળવા બનાવતા બિલને મંજૂરી આપી હતી. આ સાથે ડ્યુઅલ સિટિઝનશીપ ધરાવવા પરના નિયંત્રણો પર દૂર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *