રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 11 ફેબ્રુઆરીનાં રોજ વધારાનાં કરબોજ વિહોણું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. આ બજેટ અંગે ચૂંટાયેલા નગરસેવકો ચર્ચા કરી બહાલી આપી શકે તે માટે જનરલ બોર્ડની બેઠક આગામી 19 ફેબ્રુઆરીને બુધવારનાં રોજ બોલાવવામાં આવી છે. મેયરનાં ટેલિફોનિક આદેશ દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષનાં કોર્પોરેટરો વચ્ચે આ બજેટ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટ અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જોકે, વિપક્ષનાં ઓછા સંખ્યાબળનાં કારણે અંતમાં બજેટને બહાલી આપવામાં આવશે.
રાજકોટ મનપાનાં કમિશનર દ્વારા ગત 31 જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 150 કરોડનો વધારાનો કરબોજ સૂચવવામાં આવ્યો હતો. જોકે, 11 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ દ્વારા સુધારા-વધારા સાથેનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં વધારાનો કરબોજ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ બજેટને બહાલી આપવા જનરલ બોર્ડની બેઠક આગામી 19 ફેબ્રુઆરીને બુધવારનાં રોજ બોલાવવામાં આવી છે. મેયરનાં ટેલિફોનિક આદેશ દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષનાં કોર્પોરેટરો વચ્ચે આ બજેટ અંગે ચર્ચાઓ કરવામાં આવશે.