ઇઝરાયલ-હમાસના 49 દિવસના યુદ્ધ બાદ આજથી 4 દિવસ માટે સીઝફાયર શરૂ થયું છે. ગાઝામાં 14 હજાર લોકોના મોત બાદ ઇઝરાયલે હુમલા અટકાવી દીધા છે. કતાર અને ઈજિપ્તની મધ્યસ્થી બાદ ઇઝરાયલ અને હમાસ સીઝફાયર માટે સંમત થયા છે. આ દરમિયાન બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરવામાં આવશે.
ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર ઇઝરાયલ તેના બદલામાં પેલેસ્ટિનિયનોને મુક્ત કરશે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ગાઝામાં 240 લોકોને બંધક બનાવ્યા હતા. સીઝફાયર સવારે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે) થયું. લગભગ 4 વાગ્યે (IST 7:30 pm) હમાસ બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરવાનું શરૂ કરશે.
જેરુસલેમ પોસ્ટ અનુસાર, 150 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં કુલ 50 બંધકોને મુક્ત કરવા પર સહમતી બની છે. આ અંતર્ગત આજે હમાસ 13 બંધકો (મહિલા અને બાળકો)ને મુક્ત કરશે. જ્યારે ઇઝરાયલ 39 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.