શહેરમાં કોઠારિયા સોલવન્ટમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને તેના ઘર પાસે ગેરેજ ચલાવતા વિક્રમ રણજિતભાઇ મકવાણા (ઉ.32) તેના ગેરેજ પર કામ કરતા હતા ત્યારે લાલભાઇ, સદામ, રહીમ અને તેની સાથેના શખ્સોએ ધસી આવી ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી નાસી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે આજી ડેમ પોલીસે કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં શહેરમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે શ્રી રેસિડેન્સીમાં રહેતા અને નવાગામમાં ગેરેજ ચલાવતા રાકેશભાઇ કનુભાઇ આસોડિયાના ગેરેજમાં દ્વારકા રહેતા સોમભાનો ટ્રક રિપેરિંગ માટે આવ્યો હોય જેનું કામ કરી તેને નવાગામ પુલ પાસે સર્વિસ સ્ટેશને મૂકી હોય ત્યાં કોઇ તસ્કરોએ 60 હજારની કિંમતના બે ટાયરની ચોરી કરી ગયાની ફરિયાદ કરતા કુવાડવા પોલીસ મથકના જમાદાર પળાલિયા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે