લોધેશ્વર સોસાયટીમાં બકરાં ચોરીની થયાની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે બકરાં ચોરી કરતી ટોળકીને ઝડપી પૂછતાછ કરતાં તેને બે માસ પહેલાં આઠ બકરાંની ચોરી કરી એક બકરાને 85 હજારમાં વેચતા હોવાનું અને કાર ભાડે કરી ચોરી કરવા નીકળતા હોવાનું રટણ કરતાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટીમાં એક ઓરડીમાંથી આઠ બકરાંની ચોરી થયાની ફરિયાદમાં પોલીસે ગુનો નોંધી બકરાંની ચોરી કરતો બકુલ ઉર્ફે ઠેબા ચૌહાણ, વિક્રમ ચૌહાણ, રાહુલ ચૌહાણ, નવઘણ અને કિશન સિંધવની ધરપકડ કરી રૂ.70 હજારની રોકડ અને કાર કબજે કરી હતી. તેણે અગાઉ પણ પોપટપરા પાસે સ્મશાન પાસેથી ત્રણ બકરાંની ચોરી કરી હતી. તેમજ કાર સેલ્ફ ડ્રાઇવ પર ભાડે કરી બકરાંની ચોરી કરતાં અને 85 હજારમાં એક બકરો વેચી નાખતા હોવાનું રટણ કરતાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે.