રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં વોંકળાને બદલે બોક્સ કલ્વર્ટ બનાવવાના નવા કામ કરાવવા માટે મનપાએ આખરે રોડ ખોદવાનો હોવાથી યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક પાસે મંગળવાર સાંજે આડસ બાંધી રોડ બંધ કરવાનું નક્કી કરાયું છે જે સંદર્ભે ત્રણ દિવસ પહેલા ડાયવર્ઝન અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતુ. શહેરીજનોએ સર્વેશ્વર ચોકની બંને તરફ પહોંચવા માટે અલગ અલગ ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે.
રેસકોર્સથી માલવિયા ચોક તરફ જતાં મોટર વ્હિકલ જેવા કે, એસ.ટી, બસ, પ્રાઇવેટ લકઝરી, લાઇટ મોટર વ્હિકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વિગેરે વાહનોએ બહુમાળી ભવનથી જ્યુબિલી ગાર્ડન ચોક થઇ જવાહર રોડ પરથી ત્રિકોણબાગ સર્કલ તરફથી માલવિયા ચોક જઇ શકાશે.