કંગના રનૌતને વીજબિલ જોઈ ઝટકો લાગ્યો!

ફેમસ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેની સંસદીય ફરજો અને તેના ફિલ્મ પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં હાલ એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના ઘરના વિજબીલનો ઉલ્લેખ કરી હિમાચલ પ્રદેશની સુખુ સરકારને બરોબરની ઘેરી છે.

‘મારા બંધ ઘરનું લાઈટ બિલ એક લાખ રૂપિયા આવ્યું’ તાજેતરમાં એક્ટ્રેસે હિમાચલ પ્રદેશના મંડીમાં એક રાજકીય કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં કંગનાએ તેના મનાલીના ઘરના વીજળીના બિલની વાત કરી હતી. બિલ અંગે દાવો કરતા કંગના રનૌતે કહ્યું કે- મારું મનાલીનું ઘર જે લાંબા સમયથી બંધ છે તેનું લાઈટ બિલ એક લાખ રૂપિયા આવ્યું છે. હાલ અહીં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આપણે તે વાંચીએ છીએ અને જે થઈ રહ્યું છે તેના પર શરમ અનુભવીએ છીએ પણ આપણી પાસે એક તક છે, તમે બધા જે મારા ભાઈઓ અને બહેનો છો, તમે લોકો ગ્રાઉન્ડ લેવલ પર જે કામ કરો છો, તે ખૂબ જ સારી વાત છે. આ સાથે તેમણે હિમાચલ પ્રદેશની સરકારની ટીકા કરી હતી.

પોતાના ભાષણમાં કંગનાએ દરેકને રાજ્યના ભલા માટે કામ કરવા કહ્યું. તેમણે કહ્યું કે- તેમણે વધુમાં કહ્યું કે- આ દેશને, આ રાજ્યને પ્રગતિના માર્ગ પર લઈ જવાની જવાબદારી આપણા બધાની છે. હું કહીશ કે આ લોકો જંગલી જાનવર છે અને મનાલીના લોકોએ તેમના ચુંગાલમાંથી બહાર નીકળવું પડશે.

રાજકારણ અને બોલિવૂડ પરના નિવેદનોએ તેને કોન્ટ્રોવર્સી ક્વીન બનાવી કંગનાએ આપેલા એક જૂના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે – મેં હંમેશા ઇન્ડસ્ટ્રીમાં પ્રવર્તતા સેક્સિઝમ, નેપોટિઝમ અને આઇટમ નંબર્સ વિરુદ્ધ વાત કરી છે. મી ટુ મૂવમેન્ટ દરમિયાન પણ મેં ઘણા લોકોને ખુલ્લા પાડ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સમયે પણ મેં ઘણા ખુલાસા કર્યા હતા, જેના કારણે ઘણા લોકો નારાજ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *