જેતપુર શહેરના જાગૃતિ નગરની પંચવટી સોસાયટીમાં જાહેર રસ્તા પર એક વૃક્ષ નીચેથી એક તાજું જ જન્મેલું મૃત માનવ ભ્રુણ મળી અાવતાં આ મુદો ચર્ચાસ્પદ બન્યો હતો. અહીંથી પસાર થતાં કોઇ જાગૃત નાગરિકનું ધ્યાન લોહીથી લથબથ બેગ પર જતાં સ્થાનિક નાગરિકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને ઘટનાસ્થળે ધસી આવી પોલીસે મૃત ભ્રુણ કબજે લઇ તેની બાકીની વિધિ આટોપી હતી અને આસપાસનાં ફૂટેજ ચકાસણી કરવા અને આ રીતે ભ્રુણ કોણ ત્યજી ગયું એ જાણવા તજવીજ હાથ ધરી છે.
જેતપુર શહેરના જાગૃતિ નગરની પંચવટી સોસાયટીમાં જાહેર રસ્તા પાસે વૃક્ષ નીચે આજે વહેલી સવારે એક તાજું જન્મેલું માનવ ભ્રુણ મૃત હાલતમાં મળી આવ્યું હતું. આથી સ્થાનિકોને તાબડતોબ પોલીસને જાણ કરી હતી અને કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસના સ્થળનું નિરિક્ષણ કરી પંચનામું કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ પર એફએસએલની ટીમને બોલાવીને સ્થળ પરીક્ષણ કરાવ્યું હતું. તેમજ પોલીસે ભ્રુણ મળી આવ્યું તે જગ્યાની આજુબાજુના વિસ્તારમાં કોઈ ગર્ભવતી યુવતી હતી કે નહીં ઉપરાંત આસપાસના સીસીટીવી ફૂટેજ ખંખોળવાનું શરૂ કર્યું છે અને આ રીતે ભ્રુણ કોણ તરછોડી ગયું તે જાણવા તપાસ હાથ ધરી હતી.